VIDEO: પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપનું 'ઝારખંડ બંધ'નું આહ્વાન
સોર્સ : gstv
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિધાનસભ ઘેરાવ કરવા નીકળેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ, અશ્રુવાયુ અને વોટર કેનનના ઉપયોગના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં 'ઝારખંડ બંધ'નું આહ્વાન કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ અને વિપક્ષી નેતા બાબુલાલ મરાંડીએ એક પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરતાં હેમંત સોરેન સરકાર પર વિદ્યાર્થીઓ પર બરબરતા આચરવાનો આક્ષેપ કર્યો હતો. આ બંધ દરમિયાન માત્ર ઇમરજન્સી અને આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. વિરોધ માર્ચ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ભાજપે પરીક્ષાઓમાં થયેલી ધાંધલીઓની સીબીઆઈ તપાસ અને યુવાનોને ન્યાય આપવાની ઉગ્ર માંગણી કરી છે.

