Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP Answers Congress Bank Freeze Account

‘લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનું બહાનું મળી ગયું’, બેન્ક એકાઉન્ટ ફ્રીઝ મામલે ભાજપે આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
‘લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનું બહાનું મળી ગયું’, બેન્ક એકાઉન્ટ ફ્રીઝ મામલે ભાજપે આપ્યો જવાબ

કોંગ્રેસે ગુરૂવારે બેન્ક એકાઉન્ટ ફ્રીઝનો મુદ્દો ઉઠાવતા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે પોસ્ટર છપાવવા અને રેલ્વે ટિકિટ ખરીદવાના પણ પૈસા નથી. હવે ભાજપે કોંગ્રેસને જવાબ આપ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં મળનારી હારનું બહાનું શોધી લીધુ છે.

App Store

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, રાહુલ ગાંધીએ એવું જ્ઞાન આપ્યું જેને સમજવામાં સમય લાગ્યો. જો કોંગ્રેસની સામુહિક પ્રેસ કોન્ફરન્સને એક શબ્દમાં કહેવામાં આવે તો આ હારની હતાશા છે. રાહુલ ગાંધી લોકતંત્રને શરમજનક સ્થિતિમાં ના મુકે, તમે (રાહુલ ગાંધી) ખોટું બોલી રહ્યાં છો, ગાળ આપી શકો છો…લોકો સાંભળી રહ્યાં છે. રવિશંકર પ્રસાદે કહ્યું, હું રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે દેશના લોકો તમને મત નથી આપતા તો તેમાં ભાજપ શું કરે. રાહુલ જેટલા બોલશે કોંગ્રેસ એટલું જ પોતાની રાજકીય જમીન ગુમાવશે.

રાહુલ ગાંધી ખોટું બોલ્યા

રવિશંકર પ્રસાદે કહ્યું, ‘ઓછું જ્ઞાન સમસ્યા ઉભી કરે છે. ઇન્કમટેક્સનું એક સેક્શ 13એ છે, જેમના અનુસાર રાજકીય પક્ષે ઇન્કમટેક્સ આપવાનો નથી થતો પરંતુ આ સાથે જ રાજકીય પક્ષે પોતાનું રિટર્ન ફાઇલ કરવું પડે છે ત્યારે જ તમે ટેક્સ છૂટથી બચી શકો છો. રાહુલ ગાંધીએ આજે સફેદ જૂઠ બોલ્યું છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તમારી હાર નક્કી છે, તેમણે ભારતના લોકતંત્રને દુનિયામાં શર્મસાર કર્યું છે.