Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Biren Singh resigns as Manipur Chief Minister

મણિપુરમાં ભાજપને મોટો ઝટકો, મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહે આપ્યું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2025
લાઇવ ટીવીGoogle News
મણિપુરમાં ભાજપને મોટો ઝટકો, મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહે આપ્યું રાજીનામું

મણિપુરના મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહે રાજીનામું આપ્યું છે. મે 2023થી મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા વચ્ચે, એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.મણિપુરના મુખ્યમંત્રી એન. રવિવારે સાંજે બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.આ વચ્ચે ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટ પર રહેવા કહ્યું છે.

App Store

મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે લોકોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માંગુ છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. મને તેનું દુ:ખ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ જોઈને, મને આશા છે કે 2025માં રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે.

મણિપુરના મુખ્યમંત્રીએ કેમ આપ્યું રાજીનામું?

મણિપુરમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ સમર્થન પરત લઇ લીધુ હતું તેમ છતા ભાજપ પાસે બહુમત માટે પુરતુ સંખ્યાબળ હતું. પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ નેતૃત્ત્વ પરિવર્તનની માંગ કરી હતી. જો ફ્લોર ટેસ્ટ થાત તો આ અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરવાની સંભાવના હતી જેનાથી સરકારે સંકટનો સામનો કરવો પડી શકતો હતો. આ સ્થિતિથી બચવા માટે મુખ્યમંત્રીએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્ત્વ સાથે ચર્ચા બાદ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.

હિંસાને કારણે બિરેન સિંહ દબાણ હેઠળ હતા

રાજ્યમાં મે 2023 થી વંશીય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. નવેમ્બરમાં, મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રાજ્યમાં સતત હિંસાને કારણે એન બિરેન સિંહ પર ભારે દબાણ હતું અને તેમને પદ પરથી દૂર કરવાની માંગ જોર પકડી રહી હતી. એનડીએના સાથી પક્ષ એનપીપીએ પણ મણિપુર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો અને નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી.

હિંસા કેવી રીતે શરૂ થઈ

મણિપુરમાં મેઈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી જ્યારે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (ATSUM) એ મણિપુર હાઇકોર્ટના આદેશ સામે રેલીનું આયોજન કર્યું હતું જેમાં સરકારને મણિપુરી સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી, રાજ્યમાં હિંસા ચાલુ રહી છે, અને કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળો તૈનાત કરવા પડ્યા હતા.

મણિપુરમાં વિધાનસભાની સ્થિતિ

મણિપુરમાં વિધાનસભાની 60 બેઠકો છે. ભાજપ પાસે 32 બેઠક, NPP પાસે 7, કોંગ્રેસ પાસે 5 અને અન્ય પાસે 16 બેઠક છે.NPPએ ભાજપ પાસેથી સમર્થન પરત ખેચી લીધુ હતુ.