VIDEO : ભારત-દક્ષિણ કોરિયા દરેક સેક્ટરમાં નવી તકોને કરશે સાકાર, PM મોદી- દ.કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટેકોલોજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બંને દેશા નેતાઓ વચ્ચે MOUની આપ-લે કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું છે.
ભારત-દક્ષિણ કોરિયા દરેક સેક્ટરમાં નવી તકોને કરશે સાકાર
બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધુ વધારશે : PM મોદી
વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અંગે માહિતી આપતા કહ્યું કે, ‘ભારત-દક્ષિણ કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 27 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે, ત્યારે 2030 સુધીમાં આ વેપાર 50 બિલિયન ડૉલર સુધી પહોંચાડવા માટે આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે નાણાકીય પ્રવાહને સરળ બનાવવા માટે, અમે ભારત-કોરિયા ફાઈનાન્શિયલ ફોરમની શરૂઆત કરી છે. વ્યાપારી સહયોગને વેગ આપવા માટે, અમે એક ઈન્ડસ્ટ્રિયલ કો-ઓપરેશન કમિટીની રચના કરી છે. ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઈન્સમાં સહયોગ વધારવા માટે, અમે ઈકોનોમિક સિક્યોરિટી ડાયલોગ શરૂ કરી રહ્યા છીએ.’
અત્યાધુનિક ટેકનોલોજીમાં પણ ભાગીદારી વધારાશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમે ભારત-કોરિયા વેપાર કરારને અપગ્રેડ પણ કરીશું. AI, સેમીકન્ડક્ટર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમે ઈન્ડિયા-કોરિયા ડિજિટલ બ્રિઝ લોન્ચ કરી રહ્યા છીએ. અમે શિપ બિલ્ડિંગ, સસ્ટે-નિબિલિટી, સ્ટીલ અને પોર્ટ્સ જેવા સેક્ટરમાં પણ MOU કરી રહ્યા છીએ. આ ઉપરાંત કલ્ચર અને ક્રિએટિવ ઈન્ડસ્ટ્રીમાં પરસ્પર સહયોગ વધારીને ફિલ્મ, એનિમેશન અને ગેમિંગમાં પણ નવા યુગની શરૂઆત કરીશું.
બંને દેશોના સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલ યોજાશે
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે હજારો વર્ષ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે. 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સૂરીરત્ના અને કોરિયાના રાજા કિમ-સુરોની કહાની, અમારી પરસ્પરની વિરાસત છે. આજે ભારતમાં કે-પૉપ, કે-ડ્રામા ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. તેવી જ રીતે દક્ષિણ કોરિયામાં પણ ભારતીય સિનેમા અને સંસ્કૃતિકની ઓળખ વધી છે. મને ખુશી છે કે, રાષ્ટ્રપ્રમુખ મ્યુંગ પણ ભારતીય સિનેમામાં પ્રશંસક છે. અમે બંને દેશોના કલ્ચર કનેક્ટરને વધુ મજબૂત કરવા માટે 2028માં ભારત-કોરિયા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલનું આયોજન કરીશું. આ સાથે બંને દેશોના નાગરિકોનો સંપર્ક વધારવા માટે એજ્યુકેશન-રિસર્ચમાં ભાગીદારી વધારીશું અને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપીશું.

