મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સર્ટિફિકેટમાં શ્વાનનો ફોટો...', બિહારના ડોગ બાબુના રહેઠાણનું પ્રમાણપત્ર થયું વાયરલ

બોલો... આવી ભૂલ તો બિહારમાં જ જોવા મળે. સરકારી ઓફિસમાંથી શ્વાનનું રહેણાક પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું

'સર્ટિફિકેટમાં શ્વાનનો ફોટો...', બિહારના ડોગ બાબુના રહેઠાણનું પ્રમાણપત્ર થયું વાયરલ

બોલો... આવી ભૂલ તો બિહારમાં જ જોવા મળે. સરકારી ઓફિસમાંથી શ્વાનનું રહેણાક પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં શ્વાનના માતાપિતાનું નામ પણ દર્શાવેલ છે. સાથે પ્રમાણપત્ર જારી કર્યા તારીખ પણ દર્શાવેલી છે. આને શું કહેવાય.... ભૂલ કે પછી સરકારી કર્મચારીની બેદરકારી. 

જણાવી દઈએ કે, મસૌરી ઝોન ઓફિસ તરફથી કૂતરાનું રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. આ અંગેના સમાચાર વિવિધ પોર્ટલ અને વેબસાઇટ્સ પર પ્રસારિત થઈ રહ્યા છે. વાયરલ થયેલા સમાચાર મુજબ પ્રમાણપત્ર નંબરના આધારે જ્યારે RTPS વેબસાઇટ ઉપરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં આવ્યું જે કૂતરાના નામે જારી કરવામાં આવ્યું છે.

આ પ્રમાણપત્ર પર સબડિવિઝન, ઝોન સાથે અરજી નંબર દર્શાવવામાં આવ્યો છે. જારી કરવાની તારીખ 24 જુલાઈ દર્શાવવામાં આવી છે. આ પ્રમાણપત્રમાં લખ્યું છે કે, પ્રમાણિત કરવામાં આવે છે કે, ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી, ગ્રામ/મોહલ્લા-કાઉલીચક, વોર્ડ નંબર 15, પોસ્ટ ઓફિસ-મસૌરી પિનકોડ, પોલીસ સ્ટેશન, બ્લોક, સબડિવિઝન મસૌરી બિહાર રાજ્યના પટના જિલ્લાના રહેવાસી એવો ઉલ્લેખ કરેલો છે.

પ્રમાણપત્ર પર કૂતરાનો ફોટો પણ છે. પ્રમાણપત્ર નંબર BRCCO/2025/15933581 તરીકે નોંધાયેલ છે. એવું કહેવાય છે કે આ પ્રમાણપત્ર બનાવવામાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો દિલ્હીની એક મહિલાના નામે છે. જોકે, જીએસટીવી આ વાતની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો