Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Bihar will now run from Gujarat', Tejashwi attacks Nitish Kumar's resignation

VIDEO : 'બિહાર હવે ગુજરાતથી ચાલશે', નીતીશ કુમારના રાજીનામા પર તેજસ્વીના પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારના રાજકારણમાં આવેલા ભૂકંપ અને નીતીશ કુમારના સંભવિત રાજીનામાને લઈને આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે આકરા પ્રહારો કર્યા છે. બિહારમાં સત્તાધારી ગઠબંધનમાં ફરી એકવાર ભંગાણના સંકેતો વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના સંભવિત રાજીનામા અને ભાજપ સાથેના જોડાણની અટકળો પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવે આકરા શબ્દોમાં તેમની ટીકા કરી છે.

App Store

ગાંધીના હત્યારાઓની વિચારધારા સાથે સમજૂતીનો આરોપ

તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓએ રાજીનામું આપીને એવી પાર્ટીને સ્થાપિત કરી રહ્યા છે જેમની વિચારધારાએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. તેમણે કહ્યું, "મુખ્યમંત્રી હંમેશા 'બાપુ' (મહાત્મા ગાંધી) નું નામ લેતા હતા, પરંતુ હવે તેઓ ભાજપને તક આપી રહ્યા છે. તેમણે નથુરામ ગોડસેની વિચારધારા ધરાવતા પક્ષ માટે લાલ જાજમ બિછાવી છે.

કર્પૂરી ઠાકુરના અપમાનનો મુદ્દો

તેજસ્વીએ વધુમાં ઉમેર્યું કે,  નીતીશ કુમાર એવા લોકોને ફરીથી બેઠા કરી રહ્યા છે જેઓ જનનાયક કર્પૂરી ઠાકુરને અપશબ્દો કહેતા હતા. તેમના મતે આ સત્તા પરિવર્તન જનતાનો જનાદેશ નથી. હવે જે પણ સરકાર બનશે અથવા જે પણ મુખ્યમંત્રી બનશે, તે બિહારની જનતાની પસંદગી નહીં હોય.

બિહાર હવે ગુજરાતથી ચાલશે 

  તેજસ્વી યાદવે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભલે ગમે તે હોય, પરંતુ હવે બિહારનું શાસન ગુજરાતથી ચાલશે. તેમનો ઈશારો સ્પષ્ટપણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફ હતો. બિહારના રાજકારણમાં આ પલટો આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પર કેવી અસર પાડશે, તે જોવું રસપ્રદ રહેશે.