Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bihar/ Huge uproar outside Paras Hospital in Patna, family outraged by death of 15-year-old teenager

VIDEO: બિહાર/ પટનામાં પારસ હોસ્પિટલ બહાર ભારે હોબાળો, 15 વર્ષીય કિશોરના મોતથી પરિવાર રોષે ભરાયો

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહારની રાજધાની પટનાની જાણીતી પારસ હોસ્પિટલમાં આજે એક ૧૫ વર્ષીય કિશોરના મૃત્યુ બાદ ભારે હોબાળો મચી ગયો હતો . મૃતક કિશોરના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર સારવારમાં બેદરકારી દાખવવાનો ગંભીર આરોપ લગાવીને હોસ્પિટલની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ડોક્ટરોની લાપરવાહીને કારણે તેમના વ્હાલસોયા પુત્રએ જીવ ગુમાવ્યો છે. આક્રોશિત પરિવારે ન્યાયની માંગ સાથે હોસ્પિટલ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડો સમય તંગદિલી સર્જાઈ હતી. સ્થિતિને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી. પોલીસે મામલો થાળે પાડી તપાસની ખાતરી આપી હતી પરંતુ હોસ્પિટલના દરવાજે વિલાપ કરતા પરિવારના દ્રશ્યોએ સૌને હચમચાવી દીધા હતા. આ ઘટનાએ પટનામાં ખાનગી હોસ્પિટલોની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર ફરીથી સવાલો ઉભા કર્યા હતા.

App Store