Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bihar Election Commission gives 7 major updates regarding SIR

બિહારમાં 20 લાખ મતદાતાઓના મૃત્યુ થયા, ચૂંટણી પંચે SIR અંગે આપ્યા 7 મોટા અપડેટ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
બિહારમાં 20 લાખ મતદાતાઓના મૃત્યુ થયા, ચૂંટણી પંચે SIR અંગે આપ્યા 7 મોટા અપડેટ
સોર્સ : google

બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારણા (SIR) પર સંસદમાં ચાલી રહેલા મહાસંગ્રામ વચ્ચે ચૂંટણી પંચે મોટા અપડેટ આપ્યા છે. મતદાર યાદી ચકાસણી પ્રક્રિયામાં, રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૦ લાખ મતદારો મૃત હાલતમાં મળી આવ્યા છે. ૨૮ લાખ મતદારો એવા મળી આવ્યા છે જેઓ અન્ય વિધાનસભાઓમાં સ્થળાંતરિત થયા છે. ઉપરાંત બે સ્થળોએ મતદાતા હોય તેવા ૭ લાખ વોટર્સ છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચ અનુસાર, ૯૮.૦૧% મતદારોને આવરી લેવામાં આવ્યા છે.

App Store

બિહારમાં ચાલી રહેલી મતદાર સુધારણા યાદી મુજબ ૨૦ લાખ મતદારો મૃત હાલતમાં મળી આવ્યા, ચૂંટણી પંચે SIR અંગે ૭ મોટા અપડેટ આપ્યા છે. ચૂંટણી પંચે બિહારમાં આદરેલી મતદાર યાદી ચકાસણી પ્રક્રિયામાં રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૦ લાખ મતદારો મૃત મળી આવ્યા છે.

બિહારમાં મતદાર યાદી ચકાસણી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં વીસ લાખ મૃત હાલતમાં મળી આવ્યા છે. રાજ્યમાં ૨૮ લાખ મતદારો કાયમી ધોરણે અન્ય વિધાનસભાઓમાં સ્થળાંતરિત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે 7 લાખ મતદારોએ એક કરતાં વધુ જગ્યાના વોટરકાર્ડ બનાવી રાખ્યા છે. જેના કારણે ડુપ્લિકેટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

  • ચૂંટણી પંચ અનુસાર, ૯૮.૦૧% મતદારોને આવરી લેવાયા
  • 20 લાખ મૃત મતદારોની ઓળખ કરવામાં આવી
  • 28 લાખ મતદારો કાયમી સ્થળાંતર કરી ચૂક્યા
  • 7 લાખ મતદારોના એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા
  • 1 લાખ મતદારો શોધવા મુશ્કેલ
  • 15 લાખ મતદારોના ફોર્મ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
  • કુલ 7.17 કરોડ મતદારો (90.89%) ના ફોર્મ પ્રાપ્ત થયા છે અને ડિજિટાઇઝડ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તે 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત થનારી મતદાર યાદીમાંથી કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે તેના બૂથ લેવલ અધિકારીઓ અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.