VIDEO: ટીએમસીને કોલકાતા હાઈકોર્ટથી મોટી રાહત
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે પાર્ટીના ફ્રીઝ કરાયેલા ત્રણ બેંક ખાતાઓનું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તે ખાસ અધિકારીની દેખરેખ હેઠળ જ થઈ શકશે. હાઈકોર્ટે નિવૃત્ત ન્યાયમૂર્તિ સુબ્રતા તાલુકદારને 30 સપ્ટેમ્બર સુધી વિશેષ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ બળવાખોર TMC ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસના નિર્દેશ પર અંદાજે 440 કરોડ રૂપિયાવાળા ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જોકે, હાઈકોર્ટે હાલ રોજિંદા ખર્ચ માટે જ આ ખાતાઓનો ઉપયોગ કરવાની મર્યાદિત મંજૂરી આપી છે.

