VIDEO: રેલ્વે બોર્ડની મોટી ભેટ: ગુજરાત અને મહારાષ્ટ્ર માટે બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા મંજૂરી
સોર્સ : gstv
રેલ્વે બોર્ડે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુસાફરો માટે બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે નવ ટ્રેનોના સ્ટોપેજને મંજૂરી આપી છે. આ નિર્ણયથી વિવિધ શહેરો વચ્ચેનું રેલ્વે જોડાણ વધુ મજબૂત બનશે….મંજૂર કરાયેલી નવી સેવાઓમાં પ્રતાપનગર-ટાંડા રોડ મેમુ અને પુણે-બીડ ડેઇલી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પ્રતાપનગર-ટાંડા રોડ મેમુ પ્રતાપનગરથી સવારે ઉપડશે, જ્યારે પુણે-બીડ એક્સપ્રેસ બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે દોડશે. સંબંધિત રેલ્વે ઝોન દ્વારા ટૂંક સમયમાં આ અંગેના વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

