VIDEO: પ. બંગાળ/ ૨૪ પરગણા જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 285 મતદાન મથકો પર ફરીથી થશે મતદાન
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફાલ્ટા વિસ્તારમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા કથિત ધમકીઓ અને હુમલાઓના વિરોધમાં સ્થાનિક લોકોએ કરેલા પ્રદર્શનો બાદ, ચૂંટણી પંચે ફાલ્ટાના તમામ ૨૮૫ મતદાન મથકો પર ૨૧ મેના રોજ ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે, જેની મતગણતરી ૨૪ મેના રોજ થશે. કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તૈનાત હોવાને કારણે સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ અગાઉની હિંસા અને દબાણને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સતર્ક છે.

