મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

RBIની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે!

ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની બેઠકમાં આજે રેપો રેટ અંગે

RBIની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે!

 ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની બેઠકમાં આજે રેપો રેટ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠક 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી અને આજે 5 ડિસેમ્બરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે રેપો રેટ 0.25 બેસિસ પોઇન્ટ સુધી ઘટાડવામાં આવી રહ્યો છે. આ સાથે રેપો રેટ 5.50થી ઘટીને 5.25% પર આવી ગયો છે.  

2025માં કેટલીવાર વધ-ઘટ થઇ રેપો રેટમાં 

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જોકે અગાઉ 2025ના આ ચાલુ વર્ષમાં 3 વખત રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. હાલમાં ચાલુ વર્ષે રેપો રેટ 6.25% થી ઘટીને 5.50% સુધી આવી ચૂક્યો હતો. જે આજના ઘટાડા સાથે 5.25% પર પહોંચી ગયો છે. 

લોન ઈએમઆઈ ઘટશે 

રેપો રેટ એટલે કે જેના પર દેશની સેન્ટ્રલ બેન્ક અન્ય બેન્કોને લોન આપે છે અને પછી એના આધારે બેન્ક ગ્રાહકોને લોન આપે છે. એવામાં જો રેપો રેટમાં ઘટાડો થાય તો તેની સીધી અસર લોન પર થાય છે. ફ્લોટિંગ રેપો લિંક બેઝ્ડ લોન પર રેપો રેટમાં ઘટાડા સાથે જ તમારી હોમ લોન, કાર લોન વગેરેમાં ઈએમઆઈમાં કે પછી લોન મુદ્દતમાં ઘટાડો થઈ શકે છે.

EMI ઘટવાની આશા, બોન્ડ માર્કેટને સપોર્ટ

RBI દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાથી ગ્રાહકોને બે મોરચે રાહત મળવાની શક્યતા છે. 

EMI માં ઘટાડો: રેપો રેટ ઘટવાથી બેંકોને RBI પાસેથી સસ્તા દરે લોન મળશે, જેનો ફાયદો ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને અન્ય લોનના EMI માં ઘટાડો થવાના રૂપમાં મળી શકે છે.

બોન્ડ માર્કેટમાં સપોર્ટ: વ્યાજ દરોમાં ઘટાડો બજાર અને બેંકિંગ સેક્ટર માટે મોટો સકારાત્મક સંકેત માનવામાં આવે છે, જે બજારમાં તરલતા (Liquidity) વધારશે.

₹1 લાખ કરોડના સરકારી બોન્ડની ખરીદી

વ્યાજ દરોમાં ઘટાડા સાથે, RBI એ બજારમાં લિક્વિડિટી (તરલતા) મેનેજમેન્ટ માટે એક મોટી જાહેરાત પણ કરી છે. RBI ડિસેમ્બર મહિનામાં ₹1 લાખ કરોડના સરકારી બોન્ડ ખરીદશે. આ ખરીદી OMO (ઓપન માર્કેટ ઓપરેશન) દ્વારા કરવામાં આવશે. આનાથી બજારમાં વધારાની લિક્વિડિટી (નાણાંનો પ્રવાહ) આવશે અને બોન્ડ યીલ્ડ પર પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે. એક તરફ સામાન્ય માણસના EMI ઓછા થવાની આશા મજબૂત કરી છે, અને બીજી તરફ સરકારી બોન્ડની ખરીદી દ્વારા નાણાં બજારમાં મોટી તરલતાની તૈયારી દર્શાવી છે.  

આ સમાચાર શેર કરો