VIDEO: ભારતીય શેરબજારમાં મોટો કડાકો
ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો...અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ બજાર તૂટયું છે.ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે હવે કોઈ વાતચીત નહીં થાય..તેમણે ઈરાન સાથેની શાંતિ સમજૂતી તોડવાના સંકેત આપ્યા..ટ્રમ્પે કહ્યુ કે ઈરાનના નેતાઓ માનસિક બિમાર છે..અને તેમની સાથે વાતચીત કરવી મુર્ખામીભર્યુ છે..આ પહેલા ઈરાન પર અમેરિકા તરફથી કેટલાક સ્થળે મિસાઈલ મારો પણ શરૂ કરાયો છે. ટ્રમ્પના આ નિવેદનથી બજારમાં મોટો કડાકો બોલી ગયો છે..સેન્સેક્સ 1700થી વધુ અંક અને નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે..મિડકેપ અને સ્મોલકેપ સહીત મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં ટ્રેડ થયા છે..જેથી રોકાણકારોમાં ભારે ગભરાટ છવાયો છે..ટ્રમ્પના નિવેદનથી મધ્ય-પૂર્વ એશિયામાં સ્થિતિ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા શેરબજાર નેગેટીવ ઝોનમાં ધકેલાયું છે.

