VIDEO: અયોધ્યા ચોરી કેસ: ચંપત રાયે આક્ષેપો નકાર્યા, કહ્યું- 'અંતે સત્યની જીત થશે
સોર્સ : gstv
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરના ચોરીના મામલે ચાલી રહેલી ચર્ચાઓ અને પોતાના પર લાગેલા આક્ષેપો અંગે ચંપત રાયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોતાનો પક્ષ મુક્યો. ચંપત રાયે રામ ચરિત માનસની ચોપાઈ મુકીને પોસ્ટની શરૂઆત કરી. એસઆઈટીનો પ્રાથમિક અહેવાલ જે અત્યાર સુધી અત્યંત ગોપનીય હતો તે હવે સાર્વજનિક થઈ ચૂક્યો છે અને એસઆઈટીનો અંતિમ અહેવાલ આવશે ત્યારે તમામ મુદ્દાઓ પર ક્રમશઃ અને વિગતવાર જવાબ આપશે, જેથી સત્ય સામે આવી જશે. પ્રચારક તરીકે 45 વર્ષના પોતાના નિષ્કલંક પ્રચારક જીવનનો ઉલ્લેખ કરતા તેમણે સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તપાસના અંતે સત્યની જ જીત થશે.

