VIDEO: અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ: SITની તપાસમાં ગણતરી ખંડમાંથી નોટો છુપાવવાના ૧૦૫ કિસ્સા ઉજાગર થયા
સોર્સ : gstv
અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરી અને ગેરરીતિઓની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મંદિરના ગણતરી ખંડમાંથી ચલણી નોટો અનધિકૃત રીતે હટાવવાના કે છુપાવવાના કુલ ૧૦૫ ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે. SIT એ આ મામલે ૮ આરોપીઓની ઓળખ કરી છે, જેમણે ગણતરી પ્રક્રિયામાં સંકળાયેલા અન્ય લોકોની મદદથી આ ગેરરીતિ આચરી હતી. આરોપીઓના બેંક ખાતામાંથી અસ્પષ્ટ સ્ત્રોતની રકમ મળી આવી છે અને તેમની સ્થાવર-જંગમ સંપત્તિઓની પણ તપાસ ચાલી રહી છે.

