Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ayodhya: Development authority notice at residence of Lavkush Mishra accused in Ram temple donation case

VIDEO: અયોધ્યા: રામ મંદિર દાન કેસના આરોપી લવકુશ મિશ્રાના નિવાસસ્થાને ડેવલપમેન્ટ ઓથોરિટીની નોટિસ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર દાન છેતરપિંડી કેસના મુખ્ય આરોપી લવકુશ મિશ્રાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લવકુશ મિશ્રાના નિવાસસ્થાને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ઓથોરિટીની વિશેષ ટીમે આરોપીના ઘરે રૂબરૂ પહોંચીને આ નોટિસ ચોંટાડી હતી અને નિર્ધારિત સમય મર્યાદામાં મકાનના નકશા તેમજ મંજૂરીના તમામ દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે, અન્યથા બાંધકામ તોડી પાડવાની ચેતવણી આપી છે. રામ મંદિરના નામે નકલી રસીદો બનાવીને દેશભરના ભક્તો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગંભીર આરોપમાં લવકુશ મિશ્રા હાલ જેલમાં બંધ છે. પોલીસ દ્વારા તેની મિલકતોની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે હવે ડેવલપમેન્ટ ઓથોરિટીના આ આકરા વલણને કારણે તેના આલીશાન મકાન પર બુલડોઝર ફરવાની પૂરેપૂરી સંભાવના છે, જેનાથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

App Store