VIDEO: કલ્યાણની હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલો, કેસ
સોર્સ : gstv
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ડ્યૂટી પર તૈનાત ડૉક્ટર પર દર્દીના સગા દ્વારા શારીરિક હુમલો કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી . દર્દીની સારવાર મુદ્દે થયેલી કૌટુંબિક બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે વિનયભંગ અને હિંસક વર્તન કરીને ડૉક્ટર પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપી સામે ‘મહારાષ્ટ્ર ડૉક્ટર્સ પ્રોટેક્શન એક્ટ’ (મેડિકલ સર્વિસ પર્સન્સ અને મેડિકલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો . તબીબી સમુદાયે હોસ્પિટલોમાં ડૉક્ટરોની સુરક્ષા વધારવાની માગ કરી હતી .

