VIDEO: વિધાનસભા ચૂંટણી: ચૂંટણી પંચની વરિષ્ઠ અધિકારીઓની ટીમ આ અઠવાડિયે પાંચ રાજ્યોની મુલાકાત લેશે
સોર્સ : gstv
આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ આ અઠવાડિયે પાંચ રાજ્યોની મુલાકાત લેશે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનરના નેતૃત્વમાં આ ટીમો સૌપ્રથમ ગોવા અને ત્યારબાદ ઉત્તરાખંડ, પંજાબ તેમજ મણિપુરની મુલાકાત લઈને જમીની સ્તરે તૈયારીઓનું નિરીક્ષણ કરશે. ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડની વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન અલગ-અલગ તારીખોએ પૂર્ણ થઈ રહ્યો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ પંચ કાર્યકાળ પૂરું થવાના છ મહિના અગાઉ પણ ચૂંટણી યોજી શકે છે. આ તરફ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં ઈવીએમ અને વીવીપીએટી મશીનોની ફર્સ્ટ-લેવલ ચેકિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

