ધરપકડ બાદ EDના લોકઅપમાં અરવિંદ કેજરીવાલ, દિલ્હીના CMને આજે કોર્ટમાં રજૂ કરાશે

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમની તેમના નિવાસસ્થાને બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડીના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર હતા. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાત્રે 11.50 પછી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના CMને આજે કોર્ટમાં રજૂ કરાશે
તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્ત્વની ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી. કોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. દરમિયાન, પંજાબના સીએમ ભગવંત માને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કહ્યું, ‘ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી. કારણ કે માત્ર AAP જ ભાજપને રોકી શકે છે. વિચારને ક્યારેય દબાવી શકાતો નથી.
11:54 pm: અરવિંદ કેજરીવાલને ED લોકઅપમાં રાખવામાં આવ્યા છે. તે વાતાનુકૂલિત છે.
11.50 pm:ડોક્ટરોની ટીમ મેડિકલ ચેકઅપ માટે શુક્રવારે સવારે ફરીથી ED ઓફિસ આવશે.
11.45 pm:મેડિકલ ચેકઅપ બાદ જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
11:45 pm: EDએ કેજરીવાલના ઘરેથી કેટલાક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને પુરાવા સંબંધિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
11:29 pm: CM કેજરીવાલને આજે રાત્રે ED લોકઅપમાં રાખવામાં આવશે.
11:26 pm: અરવિંદ કેજરીવાલને ED હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા. EDના અધિકારીઓ તેને ઓફિસ લઈ ગયા.
શું ધરપકડ બાદ પણ તેઓ સીએમ પદ છોડશે નહીં?
મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ હોય એવા બે કિસ્સા છેલ્લાં ૫૦ દિવસમાં બન્યા છે. અરવિંદ કેજરીવાલની મુખ્યમંત્રી પદ પર રહેતા ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ પહેલા, ઝારખંડના સીએમ હેમંત સોરેન ઓફિસમાં હતા, ત્યારે ED દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમને રાજભવન લઈ જવામાં આવ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપવાની તક આપવામાં આવી હતી, અને તેમણે રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો છે કે ધરપકડ બાદ પણ તેઓ સીએમ પદ છોડશે નહીં.

