VIDEO: પૂંછમાં LOC નજીક સેનાની વોલીબોલ ટૂર્નામેન્ટ, 12 ટીમો જોડાઈ
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાએ LOC નજીક બાલનોઈ વિસ્તારમાં વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. સ્થાનિક યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને નશાના ઉપયોગથી દૂર રાખવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. સેનાના આ પ્રયાસથી સ્થાનિક યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

