VIDEO: વિશ્વ મૈત્રી અને ક્ષમાપના દિવસે જૈન ધર્મના મૂલ્યોની પ્રશંસા
સોર્સ : gstv
વિશ્વ મૈત્રી અને ક્ષમાપના દિવસના કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિએ જૈન ધર્મની અહિંસા, ક્ષમા, મૈત્રી અને આત્મશુદ્ધિ જેવા માનવીય મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અહિંસાનો સંદેશ ભગવાન મહાવીરે આપ્યો હતો, જેનાથી મહાત્મા ગાંધી પણ પ્રેરિત થયા હતા. તેમણે તમિલનાડુ અને જૈન ધર્મ વચ્ચેના ઐતિહાસિક સંબંધનો ઉલ્લેખ કરી જૈન સાધુઓના તમિલ સાહિત્ય અને સંસ્કૃતિમાં યોગદાનને યાદ કર્યું હતું. તેમણે સિલપ્પતિકારમ સહિતની કૃતિઓનો ઉલ્લેખ કરતા જૈન પરંપરાના અહિંસા અને સત્ય જેવા સિદ્ધાંતોની પ્રશંસા કરી હતી.

