Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Appointment of new governors of Manipur, Mizoram, Bihar and Kerala

મણિપુર, મિઝોરમ, બિહાર અને કેરળના નવા રાજ્યપાલની નિમણુંક, જુઓ કોને બનાવાયા રાજ્યપાલ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
મણિપુર, મિઝોરમ, બિહાર અને  કેરળના નવા રાજ્યપાલની નિમણુંક, જુઓ કોને બનાવાયા રાજ્યપાલ

દેશના ઘણા રાજ્યોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિને ઓડિશાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.

App Store

5 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક કરવામાં આવી છે જેમાં મણિપુર, મિઝોરમ, બિહાર અને  કેરળનો સમાવેશ થાય છે.

  • મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત 
  • જનરલ (ડૉ) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) ની મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક
  • બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત 
  • કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત 
  • અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત 

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ મણિપુરના રાજ્યપાલ નિયુક્ત

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ સંદર્ભે એક સૂચના જારી કરવામાં આવી છે. અજય કુમાર ભલ્લા 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. અજય કુમાર ભલ્લાને 22 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 22 ઓગસ્ટ 2024 સુધી લગભગ પાંચ વર્ષ ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી.