VIDEO: ચૂંટણી કમિશનરોની નિમણૂક કાયદે બે જજોના અલગ અભિપ્રાય
સોર્સ : gstv
ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં બે જજોના અલગ-અલગ અભિપ્રાય સામે આવ્યા છે. જસ્ટિસ દત્તા અને જસ્ટિસ શર્મા વચ્ચે મામલો મોટી બેન્ચને મોકલવા અંગે મતભેદ રહ્યો હતો. જસ્ટિસ દત્તાએ સરકારની માગ ફગાવીને 2023ના કાયદાને પડકારતી અરજીઓ પર પોતાનો પ્રારંભિક અભિપ્રાય આપ્યો હતો. જ્યારે જસ્ટિસ શર્માએ કાયદાના મહત્વના પ્રશ્નનો નિર્ણય મોટી બેન્ચ દ્વારા થવો જોઈએ તેવું જણાવ્યું હતું. મતભેદને પગલે હવે મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલવામાં આવ્યો છે, જે નક્કી કરશે કે કેસની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેન્ચ કરે કે નહીં. જસ્ટિસ દત્તાએ કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર હોવાની સાથે સ્વતંત્ર દેખાવું પણ જરૂરી છે.

