'વડાપ્રધાન સાથે કંઈ પણ થઈ શકતું હતું', મેં સદનમાં આવવાની ના પાડી હતી: લોકસભા સ્પીકર

રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ખડગેએ લોકસભામાં ગઈકાલે બનેલી ઘટનાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, વિપક્ષના નેતાને ત્યાં બોલવાની મંજૂરી નથી. નડ્ડાએ તેમને અટકાવીને કહ્યું કે, તેઓ અહીં બીજા સદનના મુદ્દાઓને અહીં ના ઉઠાવો. જણાવી દઈએ એ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો થતાં ગૃહની કાર્યવાહી સતત સ્થગિત કરવાની ફરજ પડી રહી છે.
વડા પ્રધાન સાથે કંઈ પણ થઈ શકે છે - સ્પીકર
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, "ખૂબ જ દુ:ખ સાથે હું ગૃહને જાણ કરું છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સભ્યોએ જે પ્રકારે વર્તન કર્યું, તેવું ક્યારેય થયું નહોતું. વિપક્ષના સભ્યોએ જે વર્તન કર્યું તે કાળા ધબ્બા જેવું છે. આપણે બધાએ ગૃહનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યારે ગૃહના નેતા રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપવાના હતા, ત્યારે મારી પાસે માહિતી આવી કે, કોંગ્રેસના કેટલાક સભ્યો વડાપ્રધાન સાથે કોઈ અઘટિત ઘટના સર્જી શકે છે. ત્યારબાદ મેં ગૃહના નેતાને ગૃહમાં ન આવવા વિનંતી કરી. પ્રધાનમંત્રીનો આભાર કે તેમણે મારી વાત માની.
બપોરે ૩ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં સ્પીકરે કહ્યું કે ગઈકાલે લોકસભા ચેમ્બરમાં આ ગૃહના કેટલાક સભ્યો દ્વારા જે વર્તન અને દ્રશ્યો સર્જાયા હતા તે આ ગૃહના ઇતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું નથી. તેમણે ઉમેર્યું કે બંધારણ પોતે જ આપણી સંસદીય પ્રણાલીમાં ગૃહના અધ્યક્ષનું ગૌરવપૂર્ણ સ્થાન સુનિશ્ચિત કરે છે. સ્પીકરે ઉમેર્યું કે રાજકીય મતભેદોને ગૃહના કાર્યાલયમાં ક્યારેય લાવવામાં આવ્યા નથી; આ ઇતિહાસ રહ્યો છે.
વડાપ્રધાન સંસદ સંકુલમાં હાજર હતા પરંતુ સ્પીકરના નિર્ણયને કારણે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપી શક્યા નહીં. કોંગ્રેસના સાંસદો ગુસ્સે હતા કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવ્યા નથી. મહિલા કોંગ્રેસી સાંસદોએ તેમના ભાષણ પહેલા પ્રધાનમંત્રીની ખુરશીનો ઘેરાવ કર્યો હતો.

