VIDEO: એન્ટિલિયા કેસ: અદાલતે પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા
સોર્સ : gstv
મુંબઈની અદાલતે વર્ષ 2021ના એન્ટિલિયા બોમ્બ ધમકી અને મનસુખ હિરેન હત્યા કેસમાં પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેને જામીન આપ્યા છે. અદાલતે જણાવ્યું હતું કે NIA UAPA હેઠળ વાઝે સામે આતંકવાદનો પ્રથમ દ્રષ્ટિએ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે….કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ઘટનાના વર્ષો પછી પણ એજન્સીએ કથિત લક્ષ્યાંકોના નિવેદનો કેમ નથી નોંધ્યા. ન્યાયાધીશે નોંધ્યું હતું કે આ ઘટનાથી અંબાણી પરિવારના રોજિંદા કામકાજ કે મન પર કોઈ આતંક ફેલાયો હોય તેવું પૂરવાર કરવા માટે રેકોર્ડ પર કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી.

