VIDEO: ચંદરકોટથી અમરનાથ યાત્રાનો બીજો જથ્થો રવાના
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના ચંદરકોટ વિસ્તારમાંથી પવિત્ર અમરનાથ યાત્રાનો બીજો જથ્થો સુરક્ષિત રીતે પસાર થયો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાલતાલ રૂટ તરફ આગળ વધી રહેલા આ શ્રદ્ધાળુઓના કાફલાનું સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા દળો દ્વારા પૂરતી તકેદારી સાથે સંચાલન કરવામાં આવ્યું હતું. કાફલાની સુરક્ષા માટે સમગ્ર હાઈવે પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ચંદરકોટ યાત્રી નિવાસ ખાતે શ્રદ્ધાળુઓ માટે ભોજન અને આરામની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ભક્તો ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધી રહ્યા છે.

