Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Anna Hazare's reaction to Arvind Kejriwal's arrest

'મને એ વાતનું દુઃખ છે કે...', અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અન્ના હજારેની પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2024
લાઇવ ટીવીGoogle News
'મને એ વાતનું દુઃખ છે કે...', અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અન્ના હજારેની પ્રતિક્રિયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અન્ના હજારેની પહેલી પ્રતિક્રિયા આવી છે. એક સમયે કેજરીવાલના રાજકીય ગુરુ ગણાતા અન્ના હજારેએ કેજરીવાલની ધરપકડને તેમના કર્મોનું ફળ બતાવ્યું છે. અન્ના હજારેએ એ પણ યાદ કર્યું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા. અન્નાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારા હતા. એમણે જ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.

App Store

મહારાષ્ટ્રમાં તેમના ગામ રાલેગણ સિદ્ધિથી એક નિવેદન જારી કરતા હજારેએ કહ્યું, 'મને ખૂબ જ દુઃખ છે કે અરવિંદ કેજરીવાલ જેવો વ્યક્તિ, જે મારી સાથે કામ કરતો હતો. અમે દારૂ અંગે અવાજ ઉઠાવતા હતા. આજે તે દારૂની નીતિ બનાવી રહ્યો છે. મને આ વાતનું દુઃખ લાગ્યું. પરંતુ કરશે શું.

સત્તાની સામે કશું જ ચાલતું નથી. છેવટે તેમના કર્મોને લીધે તેની ધરપકડ કરવામાં આવી. જો અમે આ વાતો ન કહી હોત તો ધરપકડનો પ્રશ્ન જ ન હોત. જે પણ થયું છે તે કાયદાકીય રીતે થશે, આ બાબતને સરકાર જોશે. તે વિચારશે.