Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ancient Shivling found during excavation in Ujjain

VIDEO : ઉજ્જૈનમાં ખોદકામ દરમિયાન ધરતીની અંદરથી પ્રગટ થયું અત્યંત પ્રાચીન અને ભવ્ય શિવલિંગ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શિપ્રા નદીના કિનારે વસેલી બાબા મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની છે. મંદિર વિસ્તારમાં ટનલ નિર્માણ માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન જમીનમાંથી એક પ્રાચીન અને ભવ્ય શિવલિંગ તથા પ્રાચીન જલધારી એટલે કે પાણીનો કળશ મળી આવ્યા છે. એક જ પથ્થરમાંથી બનેલા આ વિશાળ શિવલિંગના દર્શન થતા જ સમગ્ર વિસ્તાર જય શ્રી મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યો હતો. બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે આ દિવ્ય વિગ્રહનું પ્રગટ થવું શ્રદ્ધાળુઓ માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. નિષ્ણાતોના મતે, આક્રમણખોરોના સમયમાં દટાયેલા મંદિરોના અવશેષો હોઈ શકે છે. હાલમાં પ્રશાસને કામગીરી અટકાવી પુરાતત્વ વિભાગને જાણ કરી છે, જ્યારે દર્શન માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે.

App Store