Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ammonia gas leak at seafood factory in Tamil Nadu, several people die

Video: તમિલનાડુમાં સીફૂડ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક, અનેક લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તિરુવલ્લુરના કનિગાઈપાઈર સ્થિત 'સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ' ફેક્ટરીમાં રવિવારે એમોનિયા ગેસ લીક થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કામ કરી રહેલા શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 60થી વધુ કામદારો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મોટાભાગના પીડિતો આસામ, ઓડિશા અને ઝારખંડના સ્થળાંતરિત મજૂરો છે. મુખ્યમંત્રી વિજયે આ દુર્ઘટના અંગે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અને પીડિતોને મદદની ખાતરી આપી છે. ઘટનાસ્થળે NDRFની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસે ફેક્ટરીના માલિકની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે

App Store
ટોપિક્સ:tamilnadugas leakseafood