VIDEO: અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી, 4.75 લાખ શ્રદ્ધાળુંઓએ દર્શન કર્યા
સોર્સ : gstv
ભારે વરસાદની આગાહીને પગલે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જમ્મુથી ખીણ તરફ કોઈ યાત્રાળુને જવાની મંજૂરી આપવામાં આવી નથી. ૪ લાખ 75 હજારથી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હવામાન અને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે....હાલમાં નુનવાન રૂટ બંધ છે, જ્યારે બાલતાલ બેઝ કેમ્પથી યાત્રા ચાલુ છે. યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ છે અને ૨૮ ઓગસ્ટે સમાપ્ત થશે.... અગાઉ સુરક્ષા કારણોસર એક દિવસના વિરામ બાદ યાત્રા ફરી શરૂ થઈ હતી.

