Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Allegations of horse-trading in local elections are completely baseless: Rajasthan Deputy CM

VIDEO: સ્થાનિક ચૂંટણીઓમાં હોર્સ ટ્રેડિંગના આક્ષેપો તદ્દન પાયાવિહોણા: રાજસ્થાન ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાનો કોંગ્રેસ પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ વચ્ચે હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ)ને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષ તરફથી લગાવવામાં આવેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓની ખરીદીના આરોપો પર રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ આકરો પલટવાર કર્યો છે. તેમણે વિપક્ષના તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે.

App Store

જયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા હોર્સ ટ્રેડિંગના તમામ આરોપો તદ્દન ખોટા અને તથ્યહીન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી હંમેશાં પોતાના મૂલ્યો, સિદ્ધાંતો અને નીતિઓ પર ચાલનારી પાર્ટી છે. ભાજપ ક્યારેય અનૈતિક રાજકારણમાં માનતી નથી."

હારથી હતાશ કોંગ્રેસ 

ડેપ્યુટી સીએમએ કોંગ્રેસ પર નિશાન સાધતા ઉમેર્યું કે, રાજસ્થાનની જનતાએ ભાજપને સ્પષ્ટ અને મજબૂત બહુમતી આપી છે. સ્થાનિક ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હતાશામાં આવીને જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.