VIDEO: અખિલેશ યાદવનો મોટો વાયદો, મહિલાઓને દર વર્ષે 40 હજારની મદદ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટા ચૂંટણી વચનો આપ્યા છે. તેમણે સરકાર બનશે તો મહિલાઓ માટે ‘સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના’ શરૂ કરીને દર વર્ષે 40 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇન્ટર પાસ કરનારી વિદ્યાર્થિનીઓને લેપટોપ આપવાનું પણ વચન આપ્યું છે. અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં બંધ કરાયેલી 26 હજાર પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાની સાથે ન્યુટ્રિશન મિશન અને શાળાના બાળકોને સાઇકલ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં મહિલાઓને આપવામાં આવતી આર્થિક સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવશે.

