VIDEO: એર ઈન્ડિયા પ્રસ્થાન પહેલા તમામ પાયલટનું માદક દ્રવ્યો સેવન અંગે પરીક્ષણ કરશે
સોર્સ : gstv
એર ઇન્ડિયાએ ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાયલટના ગાંજાના સેવનનો પર્દાફાશ થયા બાદ કડક પગલું ભર્યું છે. હવે પ્રસ્થાન પહેલાં તમામ પાયલટનું માદક દ્રવ્યના સેવન અંગેનું પરીક્ષણ ફરજિયાત કરવામાં આવશે. ગત ૪ ઓગસ્ટે ફ્લાઇટમાં ટરબ્યુલન્સ આવતા ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં પાઇલટ-ઇન-કમાન્ડનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો....આ એરલાઇને ડીજીસીએના નિયમોથી આગળ વધીને સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે આ નિર્ણય લીધો છે....એટલે કે ૧૩ ઓગસ્ટ ૨૦૨૬થી આ ફરજિયાત પરીક્ષણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.

