મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કેદારનાથમાં એર એમ્બ્યુલન્સનું હેલિકોપ્ટર ક્રેશ, 5 યાત્રાળુઓ હતા સવાર

ઉત્તરાખંડના કેદારનાથમાં AIIMS ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. ગ

ઉત્તરાખંડના કેદારનાથમાં AIIMS ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યા મુજબ હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થવાને લીધે અકસ્માત થયો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન થયું નથી. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાંચ પ્રવાસીઓ સવાર હતા. હાલમાં વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.  

ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો

AIIMS ઋષિકેશ દૂરના સ્થળોએથી આવતા યાત્રાળુઓ માટે એર એમ્બ્યુલન્સ સેવા પણ પૂરી પાડે છે. આ હેઠળ સંચાલિત હેલી એમ્બ્યુલન્સ સેવાનું એક હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે કેદારનાથ નજીક ક્રેશ થયું હતું. મળતી માહિતી પ્રમાણે આ એર એમ્બ્યુલન્સમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. દરમિયાન AIIMSના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી સંદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ હેલી એમ્બ્યુલન્સ એક દર્દી માટે કેદારનાથ ગઈ હતી. પરંતુ હેલિકોપ્ટરના લેન્ડિંગ સમયે કેટલીક ટેકનિકલ સમસ્યા આવી હતી. જેના લીધે હેલિકોપ્ટરને નુકસાન થયું હતું. 

આ દુર્ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું છે. વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે એમ્બ્યુલન્સ સાથે સંકળાયેલા ટેકનિકલ સ્ટાફ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો