VIDEO : તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી: અન્નાદ્રમુકના 28 ધારાસભ્યો પુડુચેરી ખસેડાયા, વિજયની TVK સાથે ગઠબંધનની ચર્ચાઓ તેજ
સોર્સ : gstv
તમિલનાડુમાં સરકાર રચવાની ખેંચતાણ વચ્ચે અન્નાદ્રમુકના ૨૮ ધારાસભ્યોને પુડુચેરીના એક રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે, જેઓ વરિષ્ઠ નેતા સી.વી. શણમુગમના સમર્થકો હોવાનું મનાય છે. બહુમતી માટે ટીવીકે પ્રમુખ વિજયને વધુ ૬ ધારાસભ્યોની જરૂર છે, ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ટીવીકે અને અન્નાદ્રમુકના બાગી જૂથ વચ્ચે નાયબ મુખ્યમંત્રી પદ અને મંત્રાલયોની વહેંચણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે, જોકે મહાસચિવ એડપ્પાદી પલાનીસ્વામી આ ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, અન્નાદ્રમુકના સાંસદ એમ. થમ્બીદુરાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાની ઈચ્છા મુજબ પક્ષ ફરી સત્તામાં આવશે. આમ, ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાની ઘટના અને આંતરિક મંત્રણાઓએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

