VIDEO: આગ્રા: કર્માયોગી ફાઉન્ટેન ચોરાહા નજીક મુખ્ય રસ્તો બેસી જતાં ટ્રાફિક જામ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા કર્માયોગી ફાઉન્ટેન ચોરાહા નજીક અચાનક મુખ્ય રસ્તો બેસી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તાના મોટો ભાગ ધસી પડવાના કારણે વાહનવ્યવહાર ભારે ખોરવાયો છે અને વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામી હતી. બનાવની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈપણ અકસ્માત ટાળવા માટે તાત્કાલિક ધોરણે ભૂવા પડેલા વિસ્તારની ચારેય તરફ બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ યોગ્ય ગુણવત્તા વગરની કામગીરી અને ડ્રેનેજ લાઈનમાં લીકેજને આ ઘટના માટે જવાબદાર ગણાવી રોષ ઠાલવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાના તાત્કાલિક સમારકામ માટે મશીનરી અને કામદારોની ટીમ તૈનાત કરીને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

