VIDEO: પીએમ મોદી સાથે મુલાકાત બાદ ફડણવીસને કેન્દ્રીય મંત્રી બનવાની અટકળો ફગાવી
સોર્સ : gstv
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી બનવાની ચાલી રહેલી અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત બાદ અટકળો તેજ બની. જોકે તેમણે કહ્યું કે જેને જેટલી અટકળો અને અફવાઓ ફેલાવવી હોય તે ફેલાવે, પરંતુ તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ રહેશે. પીએમ મોદી સાથે મુલાકાત દમરિયાન રાજ્યના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. ફડણવીસે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ તેમને ચૂંટ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે, જેને તેઓ નિભાવતા રહેશે.

