Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After heavy rain in Varanasi, many areas were flooded

VIDEO: વારાણસીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં ખાબકેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડેલા વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને દુર-દુરથી આવેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પ્રખ્યાત અસ્સી ઘાટ રોડ વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યોમાં માર્ગો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે. પાણીના ભરાવાને લીધે વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે અને નાના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પહોંચી છે. દૈનિક અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News