પેટ્રોલમાં ઈથેનોલ બાદ હવે ડીઝલમાં મિશ્રણની સરકારની તૈયારી! નીતિન ગડકરીએ કરી જાહેરાત

પેટ્રોલમાં ઇથેનોલના બ્લેન્ડિંગને લઈને દેશભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર ડીઝલમાં બ્લેન્ડિંગની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર ઇંધણની આયાત ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત હવે સરકાર પોતાના બાયોફ્યુઅલ પ્રોગ્રામના આગામી તબક્કાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ગડકરીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે આ પ્રોગ્રામ હેઠળ હવે ડીઝલ સાથે 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ મિશ્રિત કરવાની મંજૂરી આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
ઇથેનોલને આઇસોબ્યુટેનોલમાં બદલવાનો રોડમેપ
વૈકલ્પિક ઇંધણ અંગેના રોડમેપ વિશે વાત કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે-
ઇથેનોલને સીધું ડીઝલ સાથે મિશ્રિત કરી શકાતું નથી, તેથી ઇથેનોલને એક વ્યવહારુ અને કાર્યક્ષમ વિકલ્પ તરીકે આઇસોબ્યુટેનોલમાં બદલવા પર કામ કરવામાં આવી રહ્યું છે, આઇસોબ્યુટેનોલ ડીઝલનો ઉત્તમ વિકલ્પ બની શકે છે. અમારો હેતુ સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપીને ઊર્જા સુરક્ષા હાંસલ કરવાનો છે.
બાયોફ્યુઅલ એન્જિન ટૅક્નોલૉજીનું સફળ પરીક્ષણ
આઇસોબ્યુટેનોલ વિશે વાત કરતાં ગડકરીએ જણાવ્યું કે મંત્રાલયે 100 ટકા ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલ પર બે જનરેટર સેટ સફળતાપૂર્વક ચલાવ્યા છે. જેનાથી સાબિત થાય છે કે એવા એન્જિન બનાવી શકાય છે, જે આ ઇંધણ પર ચાલી શકે. તેમણે કહ્યું, 'આ ટૅક્નોલૉજી સંકેત આપે છે કે આગામી વર્ષોમાં તેને મોટા પાયે અપનાવી શકાય છે.'
આઇસોબ્યુટેનોલ બ્લૅન્ડિંગની પ્રક્રિયા
-
ગેસને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રતિક્રિયાથી આઇસોબ્યુટીરાલ્ડિહાઇડ બને છે. આ એલ્ડિહાઇડમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે, જેનાથી શુદ્ધ આઇસોબ્યુટેનોલ તૈયાર થાય છે.
-
ઇથેનોલની સરખામણીમાં આઇસોબ્યુટેનોલમાં વધુ ઊર્જા હોય છે, જેનાથી વાહનની માઇલેજ અને પરફોર્મન્સ પર ખરાબ અસર પડતી નથી.
-
જ્યારે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલ મિશ્રિત કરવામાં આવે છે, ત્યારે વાહનોમાંથી નીકળતો હાનિકારક ધુમાડો ઘણો ઓછો થઈ જાય છે.
-
વૈજ્ઞાનિક પદ્ધતિથી આઇસોબ્યુટેનોલને સરળતાથી ડીઝલમાં ઓગાળી શકાય છે.

