VIDEO: જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે વિદેશી નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી: ૧૫૦ બાંગ્લાદેશીઓ દેશનિકાલ કરાયો
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામેના વ્યાપક રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ૧૫૦ બાંગ્લાદેશી નાગરિકોને શ્રીનગરથી વિશેષ વિમાન દ્વારા પશ્ચિમ બંગાળના બાગડોગરા ખસેડવામાં આવ્યા છે. આ જૂથને આગળની પ્રક્રિયા માટે BSFને સોંપવામાં આવ્યું છે, જ્યારે આગામી ૭ ઓક્ટ્બરના રોજ વધુ ૧૫૦ લોકોને ખસેડવાનું આયોજન છે….જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી પ્રક્રિયામાં અંદાજે ૫૦૦ લોકોને અટકાયતમાં લેવાયા હતા, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ અને કેટલાક મ્યાનમારના રોહિંગ્યા સામેલ છે. અગાઉ ઉચ્ચ-સ્તરીય સમિતિના ડેટામાં ૫૦૪ બાંગ્લાદેશીઓ અને ૭ હજાર ૬૫૬ રોહિંગ્યાની ઓળખ થઈ હતી. હવે આ પ્રક્રિયા માત્ર ચકાસણીથી આગળ વધીને ભૌતિક રીતે પરત મોકલવાના તબક્કામાં પહોંચી છે.

