VIDEO: ચિલકલુરીપેટ નજીક અકસ્માત: પંદરના મોત
સોર્સ : gstv
આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ચિલકલુરીપેટ નજીક એક ખાનગી બસ અને ઓટો-રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા .હાઈવે પર પૂરઝડપે આવતી ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેથી રિક્ષાનો કુરચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ગુનો નોંધીને અકસ્માતનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી

