VIDEO: ભોપાલમાં ABVP દ્વારા માનવ સાંકળ રચાઈ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ભોપાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં એક મોટું આંદોલન કરવામાં આવ્યું હતું . MBBS અને BDS ના ઇન્ટર્ન ડૉક્ટરો માટે સ્ટાઈપેન્ડમાં મોટો વધારો કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે ABVP ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને માનવ સાંકળ રચાઈ હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી પ્રત્યે તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો, અને વહેલી તકે સ્ટાઈપેન્ડ વધારાનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી.

