Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Abhinav Arora could not answer 3 questions related to Lord Krishna

અભિનવ અરોરા ભગવાન કૃષ્ણ સબંધિત 3 સવાલોના જવાબ ના આપી શક્યો, કૃષ્ણને ગણાવે છે નાના ભાઈ

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2024
લાઇવ ટીવીGoogle News
અભિનવ અરોરા ભગવાન કૃષ્ણ સબંધિત 3 સવાલોના જવાબ ના આપી શક્યો, કૃષ્ણને ગણાવે છે નાના ભાઈ

પોતાને ભગવાન કૃષ્ણનો મોટો ભક્ત ગણાવનાર 10 વર્ષીય અભિનવ અરોરા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેનું કહેવું છે કે, તે ભગવાન કૃષ્ણને નાના ભાઈના રૂપમાં પૂજે છે. અર્થાત પોતાને કૃષ્ણનો મોટોભાઈ ગણાવી રહ્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનવ અરોરાને ભગવાન કૃષ્ણ સંબંધિત કેટલાક સવાલો કરાયા તો તે ફસાઈ ગયો. માત્ર 4 સવાલોમાંથી અભિવન એકનો જ જવાબ આપી શક્યો. આ પછી તે સોશિયલ મીડિયામાં ખૂબજ ટ્રોલ થવા લાગ્યો છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે કે કૃષ્ણ ભક્ત હોવું અને પુસ્તકિયું જ્ઞાન બંને અલગ વસ્તુ છે. અભિવન અરોરાને ઈન્ટરવ્યૂમાં આ ચાર સવાલો કરાયા હતા.

App Store

આ પણ વાંચોઃ સ્પિરિચ્યુઅલ ઓરેટર અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી

પહેલો સવાલ 

અભિનવ અરોરાને લોકો બાળ સંત માની રહ્યા છે. પરંતુ તેના સામે વિવાદ પણ વધી રહ્યા છે. અભિનવ અરોડા અભિનવને ભગવાન કૃષ્ણ વિશે ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં પહેલો પ્રશ્ન ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર કોણે આપ્યું? તો અભિનવ કહે છે, 'ભગવાન કૃષ્ણ પાસે જે સુદર્શન ચક્ર હતું, તે તેમને આપવામાં આવ્યું હતું.' રિપિટ સવાલ કરાતા અભિનવે શિવ મહાપુરાણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભગવાન શિવે કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું. જ્યારે સાચો જવાબ એ છે કે સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણને પરશુરામ દ્વારા આપવામાં આવ્યું હતું.
 
અભિવનને બીજો સવાલ ભગવાન કૃષ્ણના નામનો શું અર્થ થાય? એ પૂછ્યો હતો. જેના જવાબમાં કહ્યું કે, કૃષ્ણ નામનો બહુ સુંદર અર્થ છે. ફરીથી એ જ સવાલ કરાતા બધાની સામે જોઈને, થોડું અટકીને બોલ્યો કે, કષ્ટ હરનારો. આ જવાબ પણ ખોટો હતો. કારણ કે કૃષ્ણ નામનો અર્થ થાય છે કાળો - શ્યામ. 

કૃષ્ણ ભગવાનનું પૂરું નામ શું છે? સવાલનો જવાબ આપતા અભિનય કહે છે કે ભગવાન કૃષ્ણનું પૂરું નામ કૃષ્ણ છે. તેનો ત્રીજા પ્રશ્નનો જવાબ પણ ખોટો પડ્યો. ભગવાન કૃષ્ણનું પૂરું નામ શ્રી કૃષ્ણ વાસુદેવ છે. ચોથો સવાલ કરાયો કે વાસુદેવ કોનું નામ છે. જેના જવાબમાં અભિનવે કહ્યું કે, ભગવાન કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ છે. અભિનવનો એકમાત્ર આ સવાલનો જવાબ સાચો પડ્યો હતો.