VIDEO: અભિજીત દિપકેની માતાએ આંદોલનને સંઘર્ષની જીત ગણાવી
સોર્સ : gstv
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સીજેપીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેની માતા અનિતા દીપકેએ ખુશી વ્યક્ત કરી...તેમને કહ્યું કે, શરૂઆતમાં અમે ખૂબ જ ચિંતિત હતા. ભલે તેમની સાથે બીજા ઘણા વિદ્યાર્થીઓ હતા, છતાં અમારો પુત્ર ત્યાં એકલો હતો. માતા-પિતા તરીકે, અમે ડરી ગયા હતા... જયપુરમાં જ્યારે તેમને થપ્પડ મારવામાં આવી, ત્યારે અમને ખૂબ જ ચિંતા થઈ હતી. પણ હવે લાંબી લડાઈ બાદ અમે જીતની ઉજવણી કરી રહ્યાં છીએ.

