VIDEO: નાગપુરમાં અભિજિત દીપકેએ આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણી
સોર્સ : gstv
નાગપુરમાં CJPના ફાઉન્ડર અભિજિત દીપકેએ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આશ્રમ શાળાઓ અને એકલવ્ય શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓ હોવાની વાત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં મારપીટ થતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ રજાઓ બાદ હોસ્ટેલ પરત ફરતી વખતે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો. અભિજિત દીપકેએ આ મુદ્દાઓને આદિવાસી સમુદાય સાથેના ભેદભાવ સાથે જોડ્યા હતા અને આદિવાસી વિદ્યાર્થીઓને સમાન અધિકારો તથા યોગ્ય સુવિધાઓ મળવી જોઈએ તેવી વાત કરી હતી.

