પંજાબમાં ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો : સાંસદ સુશીલ કુમાર રિંકુએ કેસરિયો ખેસ ધારણ કર્યો

એક બાજુ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. બીજી બાજુ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે એક પછી એક નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે હવે પંજાબમાં AAP પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જાલંધરના સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં જોડાઈ ગયા છે.
ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપના સાંસદ સુશીલ કુમાર રિંકુએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે સુશીલ કુમાર રિંકુ લોકસભામાં AAPના એકમાત્ર સાંસદ છે. સુશીલ ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી જલંધર પેટાચૂંટણીમાં 57 હજારથી વધુ મતોથી જીત્યા હતા.
સુશીલ કુમાર રિંકુ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રિંકુએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીમાંથી શરૂ કરી હતી. રિંકુ 1990માં NSUIનો સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. જો કે, 2023માં જલંધર પેટાચૂંટણી પહેલા સુશીલ કુમાર રિંકુ કેજરીવાલની પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
પંજાબમાં ચૂંટણી ક્યારે થશે?
પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે અને અહીં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણીના છેલ્લા એટલે કે 7મા તબક્કામાં મતદાન થશે. આ સાથે અહીં 4 જૂને જ મતગણતરી થશે.

