VIDEO: હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 283 લોકોના મોત થયા
સોર્સ : gstv
હિમાચલ પ્રદેશમાં ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ નબળો રહેવાની સંભાવના છે. શિમલા હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં ૨૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને કુલ ૧ હજાર ૪૨૩ કરોડનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. ૧૧ સપ્ટેમ્બર પછી વરસાદી ગતિવિધિઓમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

