Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A large number of candidates staged a sit-in protest in Madhya Pradesh

VIDEO: મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ કર્યું ધરણા પ્રદર્શન, આંદોલન વધુ ઉગ્ર બનવાની સરકારને આપી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના ભોપાલના આંબેડકર પાર્કમાં ઓબીસી માટે 13 ટકા અનામતના વિવાદને કારણે છેલ્લા છ વર્ષથી અટકેલી સરકારી નિમણૂકોના વિરોધમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ધરણા-પ્રદર્શન કર્યું. ઉમેદવારોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક નિમણૂક આદેશો જારી કરવાની માંગ કરી. તેઓએ જણાવ્યું કે પરીક્ષાઓ પાસ કરીને પસંદગી યાદીમાં આવ્યા છતાં વર્ષોથી નોકરીઓ અટકી પડી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ પ્રદર્શનકારીઓને સમર્થન આપતાં કહ્યું કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય કરી રહી છે. ઉમેદવારોએ ચેતવણી આપી છે કે માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

App Store