VIDEO: વારાણસીમાં વડનગરથી આવેલા સેવાયાત્રીઓ અને મહેમાનો દ્વારા એક ભવ્ય કળશ યાત્રા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પવિત્ર ધામ વારાણસી ખાતે ગુજરાતના વડનગરથી આવેલા સેવાયાત્રીઓ અને મહેમાનો દ્વારા એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કળશ યાત્રા મેદા ગીન ચાર રસ્તા થી ઉત્સાહભેર શરૂ થઈને વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન વડનગરના શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક જોડાઈને કાશી વિશ્વનાથ ધામમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર માર્ગ પર હર હર મહાદેવના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ કળશ યાત્રાએ વારાણસી અને વડનગર વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા

