VIDEO: બિહારના ખગડિયામાં શાળાની સીડી ધરાશાયી થતાં એક બાળકીનું કરૂણ મોત નિપજ્યું
સોર્સ : gstv
બિહારના ખગડિયાના આમની ગામમાં આવેલા પ્રાથમિક વિદ્યાલયમાં પગથિયા ધરાશાયી થતા એક બાળકીનું મોત નિપજ્યુ છે. આ ઘટનામાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે જેને તાત્કાલિક અસરથી સદર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણથી ચાર બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે એસડીઓ ધનંજય કુમારે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સીડી જર્જરિત હોવાની વારંવાર ફરિયાદો મળી હતી. આ મામલે જવાબદાર દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ શાળાઓનું સુરક્ષા ઓડિટ પણ કરવામાં આવશે.

